શ્રદ્ધા યાત્રા २०२४ - અંબાજી
06 થી 12 સપ્ટેમ્બર, 2024 (ભાદરવો સુદ - ત્રીજ થી નોમ, વિ. સં. २०८० )
જય અંબે,
જય શ્રી કૃષ્ણ,
હર હર મહાદેવ,
ભારતીય સંસ્કૃતિએ વિશ્વને આપેલી અનેક ભેટોમાં આપણા શાસ્ત્રોનું નામ અગ્રેસર છે. જીવનના ગહનમાં ગહન પ્રશ્નોની અદ્ભુત છણાવટ કરતા આપણા ધર્મ શાસ્ત્રો બેજોડ અને દુર્જેય છે. પરંતુ ભૌતિકવાદના વાયરાઓ આપણા આ અમૂલ્ય વારસા તરફ નવી પેઢીમાં અરુચિ પેદા કરી રહ્યા છે. પશ્ચિમીઓએ બતાવેલા છીછરા તર્ક અને પલટાતી વૈજ્ઞાનિક સાબિતીઓના જાળામાંથી આ વૈદિક શાસ્ત્રોને જોવાની અને મૂલવવાની જાણે ફેશન બની છે. શાસ્ત્રોમાં અશ્રદ્ધા રાખવી એ જાણે બૌદ્ધિકતાનું લક્ષણ ગણાવા લાગ્યું છે. તેવા લોકોને સ્વામી વિવેકાનંદ કહે છે કે શ્રદ્ધા વગર જ્ઞાન સંભવ નથી અને અર્જિત કરેલ તે જ્ઞાનનું અંતિમ પરિણામ પણ શ્રદ્ધા જ છે.
अज्ञश्र्चाश्रद्दघानश्र्च संशयात्मा विनश्यति ।
नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः ॥
અર્થાત્ અજ્ઞાની તથા શ્રદ્ધા વિનાનો સંશયયુક્ત રહી નાશ પામે છે. સંશયયુક્ત રહેલાને આ લોક નથી, પરલોક નથી અને સુખ નથી. એટલેજ તો કહેવાયું છે કે ‘श्रद्धा सर्वेषां माता’ અર્થાત્ શ્રદ્ધા કોઈપણ કાર્યની સિદ્ધિ કે સફળતાની જનેતા છે. શ્રદ્ધા વગર લૌકિક કે પારલૌકિક કાર્યની સિદ્ધિ હાંસલ કરી શકાતી નથી. શ્રદ્ધા જ સાધનાનો સેતુ છે, પુરુષાર્થનો પ્રાણ છે અને સફળતાનો સ્તંભ છે.
પરંતુ આજે આપણા વ્યક્તિગત જીવન થી લઈને શિક્ષણ, પરિવાર, સમાજ, સંગઠન સાથે જોડાયેલ દરેકમાં શ્રદ્ધાના અભાવે… શંકા-કુશંકા કે તર્ક-કુતર્ક થકી સર્વે મૃતપાય બની રહ્યા છે, ત્યારે તેમાં શ્રદ્ધા અને વિશ્વાસ રૂપી શ્વાસ પૂરી જીવંત કરવું તે આપણા સર્વેનું નૈતિક કર્તવ્ય છે. આ શ્રદ્ધા રૂપી બીજ જો આવતી પેઢીમાં વહેલી ઉંમરે રોપવામાં આવે તો તે અંતિમ શ્વાસ સુધી શ્રદ્ધાના સથવારે સ્વયંનું, કુટુંબનું, રાષ્ટ્રનું અને સંસ્કૃતિનું અસ્તિત્વ, રક્ષણ, પોષણ અને સંવર્ધન યોગ્ય રીતે કરી શકશે.
તેથી જ આત્મ શ્રદ્ધા, ધર્મ શ્રદ્ધા, શાસ્ત્ર શ્રદ્ધા અને ઈશ શ્રદ્ધા આપણા બાળકોમાં અને આપણાંમાં વધે તે હેતુથી શાર્દૂલ પરિવાર ઋષિ-મુનિઓએ આપેલ વિશેષ સાંસ્કૃતિક સાધન એટલે કે પારંપરિક તીર્થયાત્રાને યુગાનુકૂળ રીતે શ્રદ્ધા યાત્રા - २०२४ આયોજન કરી રહ્યા છે.
ભાદરવા મહિનામાં આરાસુરી અંબે માંની ખુબ પ્રસિદ્ધ તીર્થ યાત્રા લોકોમાં શ્રદ્ધા અને ભક્તિ વધારનારી ગણાય છે, જેમાં આપણે શ્રદ્ધા યાત્રા - २०२४માં બાળકો અને મોટા નીચે આપેલ સૂચિ પ્રમાણે રોજ યાત્રા દરમિયાન સાયકલિંગ(પદયાત્રા) સાથે સાથે સ્વવિકાસ માટે ધ્યાન, જપ, ધૂન, ગીતા/સ્તોત્ર પારાયણ, શાસ્ત્ર શ્રવણ, સ્થળ મહાત્મ્ય અને વિવિધ સાધના કરશું અને સાથે સાથે તીર્થ યાત્રામાં લોક શિક્ષણ માટે તે વિવિધ ગામડાઓમાં જ્યાં રાત્રી રોકાણની વ્યવસ્થા છે ત્યાં રેલી, નાટક અને વિવિધ કૃતિઓ દ્વારા ભારતીય અસ્મિતા અને ભારતીય જ્ઞાન પરંપરા ઘરે ઘરે પોહોંચેં તેના માટેના પ્રયત્નો કરી તીર્થયાત્રાનું શાસ્ત્રીય સ્વરૂપ પુનર્જીવિત કરવાનું પ્રયત્ન કરશું.
ક્ર. નં. | તારીખ | વાર | તિથિ | રૂટ | રાત્રી રોકાણ | કિ.મી | પગપાળા (કલાક) | સાયકલ (કલાક) | વિષય |
1 | 05/09 | ગુરુ | બીજ | ઘરેથી | રેવા ગૌનિકેતન - શાર્દૂલ અન્વેષિકા | - | - | - | તીર્થયાત્રાનું મહત્વ |
2 | 06/09 | શુક્ર | ત્રીજ | શેરથા - ટિંટોડા | સરઢવ(રૂપાલ) | 19 | 4.5 | 2.5 | શ્રદ્ધાની શક્તિ |
3 | 07/09 | શનિ | ચોથ | નારદીપુર - વેડા | ખરણા (ગોઝારીયા) | 24 | 5.5 | 3 | ભક્તિ - એક શક્તિ |
4 | 08/09 | રવિ | પાંચમ્ | ડાભલા - કડા | વિસનગર | 27 | 6 | 3.5 | દુર્લભમ્ ભારતે જન્મ |
5 | 09/09 | સોમ | છઠ | ઉમતા - સુંઢિયા | ખેરાલુ | 24 | 5.5 | 3 | ભારતીય જીવન દ્રષ્ટિ |
6 | 10/09 | મંગળ | સાતમ | કેસરપુરા - ટીમ્બા | સતલાસણા | 26 | 6 | 3.5 | ભારતીય જ્ઞાન પરંપરા |
7 | 11/09 | બુધ | આઠમ | રંગપુર | દાંતા | 23 | 6 | 3.5 | શક્તિપીઠ |
8 | 12/09 | ગુરુ | નોમ | અંબાજી | ઘરે | 21 | 0 | 0 | શક્તિ ઉપાસના |
164 | 33.5 | 19 |
- આપ શ્રદ્ધા યાત્રા 2024 સાયકલ યાત્રી, પદ યાત્રી, કાર ચાલાક સેવા, અન્નપૂર્ણા સેવામાં બધાજ દિવસ અથવા નિશ્ચિત કરેલા દિવસો જોડાઈ શકો છો.
- અન્ય વ્યવસ્થા લક્ષી કોઈ પણ પ્રશ્ન માટે ભાઈઓ ઉત્કર્ષભાઈને 9099046466 અને બહેનો દિશાદીદીને 9427620816 પર સંપર્ક કરી શકે.
ફોર્મ ભરવાની અંતિમ તારીખ : 01/09/2024 (લિંક ) : https://forms.gle/a8EBpyaLSeHxuEBc9